જુલાઇ 16, 2025 10:30 એ એમ (AM)

printer

રાજ્યમાં આવતીકાલ બાદ વરસાદ વિરામ લે તેવી હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલ બાદ વરસાદ વિરામ લે તેવી પણ શક્યતા છે. જ્યારે માછીમારોને 19 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું. બીજી તરફ, રાજ્યમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ અઢી ઈંચ જેટલો વરસાદ મહીસાગરના કડાણા તાલુકામાં થયાના અહેવાલ છે. જ્યારે નવસારીના વાંસદા, બનાસકાંઠાના દાંતા, વલસાડના ધરમપુર, મહીસાગરના લુણાવાડા સહિત નવ તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.