રાજ્યમાં આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે. દરમિયાન રાજ્યમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 52 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ તાપીના ડોલવણ તાલુકામાં નોંધાયાના અહેવાલ છે.
આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 48 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. તો હવામાન વિભાગે આગામી 14 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 
Site Admin | જુલાઇ 11, 2025 3:07 પી એમ(PM)
રાજ્યમાં આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી