રાજ્યના ખેડૂતો પાસેથી આવતીકાલથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ કરાશે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં આ જાહેરાત કરતા કહ્યું આવતીકાલથી 31 જાન્યુઆરી 2026 સુધી આ ખરીદી અન્વયે ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે.
કૃષિ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ ખરીદીના જે લઘુતમ ટેકાના ભાવ જાહેર કરાયા છે તેમાં ડાંગર માટે ક્વિન્ટલ દીઠ બે હજાર 369 અને બે હજાર 389, બાજરીના ત્રણ હજાર 075, જુવાર (હાઇબ્રીડ)ના ત્રણ હજાર 999, જુવાર (માલદંડી)ના ચાર હજાર 049, મકાઈના બે હજાર 400 અને રાગી માટે પાંચ 186 ભાવ રહેશે.
Site Admin | નવેમ્બર 23, 2025 8:30 એ એમ (AM)
રાજ્યમાં આવતીકાલથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ કરાશે.