રાજ્યમાં આવતીકાલ ગાંધી જયંતીથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે. સ્વદેશીના પ્રતિક ખાદીને પ્રોત્સાહન આપવા સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ 31 ડિસેમ્બર 2025 સુધી વળતર તરીકે મળશે.
ખાસ બજાર પ્રોત્સાહન સહાય જાહેર થવાથી રાજ્યમાં ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદન સાથે સંકળાયેલી સંસ્થાઓ, મંડળીઓના કારીગરો દ્વારા ઉત્પાદિત થતા આસન, શેતરંજી, રેશમ પટોળા, ઉની સ્વેટર, જર્સી, શાલ તેમજ ખાદીના વિવિધ તૈયાર કપડાં અને હાથ બનાવટની ચીજ વસ્તુઓના વેચાણમાં વધારો થશે.
Site Admin | ઓક્ટોબર 1, 2025 7:46 પી એમ(PM)
રાજ્યમાં આવતીકાલથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન વળતર અપાશે