ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર્સ સુધારા ખરડો સર્વાનુમતે પસાર કરાયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખરડો રજૂ કરતા ગૃહમાં જણાવ્યું, આ કાયદાનો મુખ્ય હેતુ આયુર્વેદિક અને યુનાની વ્યવસાયીઓની નોંધણી માટે વ્યવસ્થા કરવાનો અને રાજ્યનું આયુર્વેદ તથા યુનાની તબીબોનું નોંધણી પત્રક નિભાવવાનો છે.
શ્રી પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં આયુર્વેદ તથા યુનાની સ્નાતકોએ તબીબી વ્યવસાય કરવા ગુજરાત મૅડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963 હેઠળ ગુજરાત બૉર્ડ ઑફ આયુર્વેદિક ઍન્ડ યુનાની સિસ્ટમ્સ ઑફ મેડિસીન ગુજરાત પાસે નોંધણી કરાવવી ફરજિયાત છે. આ કાયદાની કલમ—30 હેઠળ નોંધણી વગર તબીબી વ્યવસાય કરવો ગુનો બનશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 7:17 પી એમ(PM)
રાજ્યમાં આયુર્વેદ તથા યુનાની સ્નાતકોએ તબીબી વ્યવસાય કરવા હવે નોંધણી કરાવવી ફરજિયાત