જુલાઇ 5, 2025 2:39 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે 76 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે

રાજ્યમાં આજે 76 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કલ્યાણપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ ના પગલે જનજીવન પ્રભાવિત થયું છે.
દ્વારકા પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર પ્રભાવિત સ્થળો પર પહોંચ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 16 તાલુકામાં આજે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
દરમિયાન, કચ્છ જિલ્લામાં અબડાસાના રવા, કોઠારા, રાતાતળાવ, ડુમરા તેમજ આસપાસ વિસ્તારમાં ઝાપટા પડ્યા છે