ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 20, 2025 3:37 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે 73 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જોડિયામાં સૌથી વધુ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢનાં માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. મોરબીના ટંકારામાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો 52 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યના 44 જળાશય હાઇએલર્ટ પર છે જ્યારે 19 એલર્ટ પર છે. મોરબી તાલુકાનો ધોડોધ્રોઈ ડેમ ઓવરફ્લો થતાં ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. ત્યારે નિચાણવાળા વિસ્તારમાં આવતા લોકોને એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે. મોરબી તાલુકાના ચકમપર, ઝીકયારી, જીવાપર, જેતપુર (મચ્છુ), રાપર, શાપર,જસમતગઢ તેમજ માળીયા તાલુકાના સૂલનતાપુર, માણાંબા અને ચિખીલી સહિતના કુલ 10 ગામોને એલર્ટ કરાયા છે.
મહેસાણા જિલ્લામાં આવેલો ધરોઈ બંધ 75.14 ટકા ભરાયો છે. ડેમમાં જળ સ્તર 610.95 ફૂટે પહોંચ્યું છે. હાલ ડેમમાં પાણીની આવક 4 હજાર 258 ક્યુસેક છે. ડેમ 70 ટકા ભરાતા 4 જિલ્લાના કલેકટરને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદ કારણે હાલ 33 માર્ગ બંધ કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.