રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે 32 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં આજે વધુ વરસાદ રહ્યો છે. નવસારીના ખેરગામમાં પોણા બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડના ધરમપુરમાં પણ પોણા બે ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સુરતના ઉમરપાડામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ સાથે રાજ્યમાં મોસમનો કુલ 47 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
જળાશયોની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો, રાજ્યના 38 જળાશય હાઇએલર્ટ પર જ્યારે 18 જળાશય એલર્ટ પર છે. રાજ્યમાં અત્યાર સુધી 685 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. દરમિયાન 4 હજાર 278 લોકોનું સ્થળાંતર કરાયું છે. બીજી તરફ ભારે વરસાદને કારણે રાજ્યમાં 77 જેટલા માર્ગ બંધ કરવામાં આવ્યા છે.
Site Admin | જુલાઇ 9, 2025 7:12 પી એમ(PM)
રાજ્યમાં આજે 32 તાલુકામાં સામાન્ય વરસાદ-આવતીકાલે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી