રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. આજે 221 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં આજે સૌથી વધુ 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાંભળીએ એક અહેવાલ..
વલસાડના કપરાડા અને તાપીના વાલોડ અને વ્યારામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 17 તાલુકામાં આજે ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ સાથે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 7:35 પી એમ(PM)
રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર.. બનાસકાંઠાના સુઇગામમાં 11 ઇંચ વરસાદ