રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર થઈ છે. આજે 201 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં આજે સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
વલસાડ અને ગાંધીનગરના દહેગામમાં ત્રણ ઇંચથી વધુ જ્યારે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આમ રાજ્યના 14 તાલુકામાં આજે બે ઈંચથી વધુ વરસાદ પડ્યો.
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 3:26 પી એમ(PM)
રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર…
 
		