ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 10, 2024 8:01 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં 116 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો

રાજ્યમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં 116 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગર સ્થિતિ સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર સૌથી વધુ તાપીના ડોલવણમાં 58 મીલીમીટર, બનાસકાંઠાના ભાંભરમાં 46 અને સુરતના ઓલપાડમાં 41 મીલીમીટર વરસાદ નોંધાયો હતો..જ્યારે
હવામાન વિભાગે આવતીકાલે રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે… હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ તેમજ મહિસાગર, આણંદ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આ જીલ્લાના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે..
જ્યારે વરસાદની સાથેસાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે..સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતા કેટલાંક જીલ્લોઓમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.