ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 18, 2024 7:09 પી એમ(PM) | વરસાદ

printer

રાજ્યમાં આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 40 જેટલા તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 40 જેટલા તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલીમાં બે કલાકમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.
જ્યારે વલસાડના તાલુકા, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર,ભાણવડ, જુનાગઢ તાલુકા અને શહેરમાં તેમજ નવસારીના જલાલપોરમાં એક ઇંચથી વધુ વરસાદના અહેવાલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે કે, કલ્યાણપુર તાલુકામાં ભાટીયા, નંદાણા, પટેલકા,રાવલ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે દ્વારકા- લીંબડી ધોરીમાર્ગ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ થયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.