આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી કવિ નર્મદના જન્મદિન નિમિત્તે આજના દિવસની વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતીઓને શુભકામના પાઠવી. સાંભળીએ એક અહેવાલ…..
દેશમાં ગુજરાતી ભાષા 6ઠ્ઠા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે, જે દેશની કુલ વસ્તીના 4.5 ટકા થાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉપરાંત ગુજરાતી ભાષાની સુંદરતાને વિશ્વફલકમાં ફેલાવવાનો પણ છે. જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત જેવા લોકપ્રિય ગુજરાતી કાવ્ય આપનાર કવિ નર્મદે ગુજરાતી ભાષાના સાહિત્યને નવી દિશા આપી હતી. તેમણે ગુજરાતી ભાષાના લેખનનો પાયો નાખ્યો. નર્મદે લખેલી આત્મકથા ‘મારી હકીકત’ એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 24, 2025 8:07 પી એમ(PM)
રાજ્યમાં આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ગૌરવભેર ઉજવણી