ડિસેમ્બર 19, 2025 4:32 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ હેઠળ ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ.

રાજ્યમાં આજે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ હેઠળ ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આજે ચૂંટણી પંચ દ્વારા મુસદ્દા મતદાર યાદી જાહેર કરાશે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યકક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે. જ્યારે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી મુસદ્દા મતદાર યાદીની હાર્ડ તથા સૉફ્ટ કૉપી સુપરત કરશે.
ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ, બૂથ સ્તરના ઍજન્ટ સાથે બૂથ સ્તરના અધિકારીઓની તમામ મતદાન મથક ખાતે બેઠક પૂર્ણ થઈ છે. તેમજ તેમના ASD એટલે કે, ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત મતદારોની યાદી પણ અપાઈ છે. લોકો આજથી આગામી 18 જાન્યુઆરી 2026 સુધી મતદારયાદી સંબંધિત દાવા અને વાંધા રજૂ કરી શકશે.