ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાજ્યમાં આજે બીજા દિવસે પણ વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.

રાજ્યમાં આજે બીજા દિવસે પણ વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં લીંબડી H.K. બૉય્ઝ સ્કૂલ અને અંકેવાળિયા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો.
ગીર સોમનાથના ઊના તાલુકાની સોનારી પ્રાથમિક શાળા, તડ-પે સેન્ટર શાળા અને કોબ પ્રાથમિક શાળામાં પાણી-પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો. ઉપરાંત શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ વેરાવળ તાલુકાની શ્રી પે સેન્ટર શાળા નંબર એક, શારદા શાળા, ભાલપરા અને કન્યા પૅ સેન્ટર શાળા, આજોઠા ગામમાં નાનાં ભૂલકાઓ અને બાળકોને આંગણવાડી અને શાળામાં પ્રવેશ અપાવ્યો.
તાપીમાં જિલ્લા પ્રભારી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સોનગઢના ખુરશી અને નાના કાકડ-કુઆ ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
મહેસાણામાં વિસનગર તાલુકાની રાજગઢ અને વિષ્ણુપુરા પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં પ્રવેશોત્સવ ઉજવાયો.
ગાંધીનગરની ધોળાકુવા, સેક્ટર ત્રણ અને છ-ની શાળાઓમાં ભૂલકાંઓનો પ્રવેશ કરાવીને મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ તેમનો વિદ્યારંભ કરાવ્યો.
નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ ડૉક્ટર વિક્રાંત પાંડેએ ઉપસ્થિત રહી ત્રણ શાળાના 121 વિદ્યાર્થીઓનું નામાંકન કરી તેમનો પ્રવેશ કરાવાયો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ