રાજ્યમાં આજે થયેલા જુદા-જુદા ત્રણ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. એક પરિવાર અમદાવાદથી ધાંગધ્રા પરત આવી રહ્યો હતો ત્યારે તેમની કાર અને ટેલર વચ્ચે હરીપર પાસે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના વાસણા બેરેજ નજીક એક કાર કેનાલમાં ખાબકતાં બે લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે એક યુવકની શોધખોળ કરાઇ રહી છે. બીજી તરફ, અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઇકચાલકનું મોત નીપજ્યું હતું.
Site Admin | માર્ચ 6, 2025 7:20 પી એમ(PM)
રાજ્યમાં આજે થયેલા જુદા-જુદા ત્રણ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા હતા.