ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 15, 2025 4:07 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે કેટલાક તાલુકામાં વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં આજે કેટલાક તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, સંતરામપુર પંથકમાં ગત મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો. જ્યારે બટકવાડા ગામાં વીજળી પડવાથી 2 પશુના મોત થયા છે. બીજી તરફ વીજળી પડવાથી મકાનમાં આગ પણ લાગી હતી. તેને બૂઝવવા સંતરામપુર અગ્નિશમન દળની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના બાદ તલાટીના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે, સવારે છ વાગ્યા સુધીમાં સાર્વત્રિક એકથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે થાનગઢ તાલુકાના સરોડી ગામમાં વીજળી પડતા એક યુવકનું મોત નીપજ્યું. બીજી તરફ વીજળી પડવાથી એક મકાનમાં આગ લાગી. વરસાદના કારણે સાયલા તાલુકાના કંસારા ગામમાં વીજળી પડતા એક ભેંસનું પણ મોત નીપજ્યું હતું.