રાજ્યમાં આજે કેટલાક જીલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આજે સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં 63 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ, સૌથી વધુ સવા ત્રણ ઇંચ વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં નોંધાયો હોવાના અહેવાલ છે, જ્યારે ધનસુરા અને મહેસાણામાં બે-બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
નવસારી શહેરમાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો.
તો મહીસાગર જિલ્લાના કડાણા બંધમાંથી ત્રણ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઇ રહ્યું છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રે કરેલી રાહત બચાવની કામગીરીની સમીક્ષા કરી.. તેમણે ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને ચૂકવવામાં આવેલી સહાય અને પાક નુકસાન અંગેની વિગતો પણ મેળવી હતી.
વડોદરાના દેવ બંધમાં સતત પાણીની આવકના કારણે બંધનું સ્તર જાળવવા જળાશયના બે દરવાજા ખોલાશે.. વહીવટી તંત્ર દ્વારા 16 ગામના લોકોને સાવચેત કરાયા છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 3:03 પી એમ(PM)
રાજ્યમાં આજે કેટલાક જીલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો
