ડિસેમ્બર 16, 2025 3:08 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં અલગ અલગ દુર્ઘટના સર્જાઈ…

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં અલગ અલગ દુર્ઘટના સર્જાઈ છે. કચ્છમાં રાપરના ત્રંબો માર્ગ પર એકસાથે ત્રણ વાહન અથડાતા અકસ્માત સર્જાયો. દુર્ઘટના બાદ 10થી વધુ ઈજાગ્રસ્તોને 108 ઍમ્બુલૅન્સ મારફતે સરકારી હૉસ્પિટલ ખસેડાયા છે. અમારા પ્રતિનિધિ હેમાન્ગ પટ્ટણી જણાવે છે કે, આજે પરોઢે સર્જાયેલા આ અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તો, ભરૂચની ઝઘઢિયા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – G.I.D.C.માં એક ટ્રક પલટી જતા 30થી વધુ શ્રમિક ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે ત્રણ જેટલા શ્રમિકની હાલત ગંભીર હોવાનું જણાયું છે. ખાનગી કંપની પાસેના વળાંક પાસે ટ્રકચાલકે કાબૂ ગુમાવતા સર્જાયેલા આ અકસ્માત અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ, મહીસાગરના ખાનપુર તાલુકામાં પાકના રક્ષણ માટે ખેતરમાં ગયેલા એક યુવકને કરન્ટ લાગતા તેનું મોત નીપજ્યું છે. અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, જંગલી પશુઓથી પાકના રક્ષણ માટે ખેતરમાં ઇલેક્ટ્રિક તાર લગાવનારા ખેડૂત અને અન્ય એક વ્યક્તિ સામે બેદરકારી બદલ બાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.