રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો. બપોરે 2 વાગ્યા સુધી 36 તાલુકામાં વરસાદના અહેવાલ છે. સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ ભરૂચના હાંસોટ તાલુકામાં થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 110 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે.
સત્તાવાર યાદી મુજબ, રાજ્યના 116 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. ભાવનગર જિલ્લાનો શેત્રુંજી બંધ પણ વરસાદી પાણીને લઈ વધુ એક વાર છલકાયો છે.
છોટાઉદેપુરના બોડેલી પંથકમાં ગત મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદ થયો. બોડેલી નગરના અલિપુરા, ઢોકલિયા સહિત વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ થતાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 3:50 પી એમ(PM)
રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો.