જુલાઇ 26, 2025 7:06 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે

રાજ્ય સહિત દેશભરમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કારગિલ યુદ્ધનો ભાગ રહેલા પૂર્વ સૈન્ય જવાન વિપુલ દવેએ આજે સુરેન્દ્રનગરમાં લોકોને તે સમયની સ્થિતિ અંગે માહિતી આપી. તેમણે યુવાનોને સેનામાં જોડાવા અપીલ કરી.
આ પ્રસંગે કારગિલ યુદ્ધના પૂર્વ જવાનોનું સન્માન કરાયું.
ભુજ સૈન્ય મથક ખાતે બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી. “શ્રદ્ધાંજલિ પાર્ક” ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
ભાવનગરની જે. કે. સરવૈયા મહાવિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સેવા યોજના(NSS) દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી. તો બોટાદ ભાજપ દ્વારા જવાનોની પ્રતિમાને પુષ્પાંજલિ અપાઇ તેમજ સૈન્ય જવાનોનું સન્માન પણ કરાયું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.