મે 21, 2025 3:27 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ, સવારે છ વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 42 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. તેમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ ભરૂચના અંકલેશ્વરમાં વરસ્યો છે. જ્યારે અમરેલીના સાવરકુંડલામાં દોઢ ઈંચથી વધુ, સુરતના ઉમરપાડા, ભરૂચના ઝઘડિયા અને હાંસોટ તેમજ ગીરસોમનાથના તાલાળામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.