રાજ્યમાં આજે અકસ્માતની વિવિધ ઘટનામાં 7 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા માર્ગ પર કાર પલટી જતા ત્રણ મહિલા સહિત ચારનાં મોત થયા. મુળી તાલુકાના દાધોળિયા ગામથી એક મહિલાને સારવાર માટે દવાખાને લઈ જતી કારમાં નદીમાં ખાબકતા આ અકસ્માત સર્જાયો હતો. અન્ય એક ઘટના ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં બની હતી જ્યાં સિડોકર ગામમાં વીજ શોક લગતા ત્રણના મોત થયાના અહેવાલ છે.
Site Admin | ઓક્ટોબર 1, 2025 7:47 પી એમ(PM)
રાજ્યમાં આજે અકસ્માતની વિવિધ ઘટનામાં 7 લોકોના મોત