રાજ્યમાં આજથી 23 ડિસેમ્બર સુધી યોજાનાર “સશક્ત નારી મેળા”નોપ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલઆજે બનાસકાંઠાના પાલનપુર ખાતેથી “સશક્ત નારી મેળા”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.તે અંતર્ગત દરેક જિલ્લામાં યોજાનાર જિલ્લા સ્તરીય મેળામાં મહિલાઓના યોગદાનને ઉજાગર કરવામાં આવશે. સશક્ત નારી મેળા અંતર્ગતદરેક મોટા જિલ્લાઓમાં 100 પ્રદર્શન સ્ટોલ અને નાના જિલ્લાઓમાં 50 પ્રદર્શન સ્ટોલનું આયોજન કરાશે.રાજ્ય સરકારની આ પહેલ મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરશે અને તેમના પ્રયાસોને યોગ્ય મંચપૂરું પાડશે. આ મેળા થકી મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદી, ડ્રોન દીદી, સ્વ-સહાય જૂથો, મહિલા ખેડૂતોને સહકારી સંસ્થાઓ, સાહસ અને વ્યાવસાયિકો દ્વારા પાયાના સ્તરે લાવવામાં આવી રહેલા પરિવર્તનને પ્રોત્સાહન અપાશે. આ મેળો આર્થિક ભાગીદારીને વેગ આપશે અને રાજ્યની લાખો મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે.
Site Admin | ડિસેમ્બર 11, 2025 10:04 એ એમ (AM)
રાજ્યમાં આજથી 23 ડિસેમ્બર સુધી યોજાનાર “સશક્ત નારી મેળા”નો પ્રારંભ થશે