ડિસેમ્બર 19, 2025 7:16 પી એમ(PM)

printer

રાજ્યમાં આજથી ત્રણ દિવસના “સશક્ત નારી મેળા”નો પ્રારંભ

રાજ્યભરમાં આજથી ત્રણ દિવસના સશક્ત નારી મેળાનો પ્રારંભ થયો. આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ મેળાનું આયોજન કરાયું છે. તે અંતર્ગત બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પ્રભારી મંત્રી રિવાબા જાડેજાએ મેળો ખૂલ્લો મૂકી લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ કરી.
ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાએ શરૂ કરાવેલા મેળામાં 100 જેટલી હાટડી બનાવાઇ છે, તેમાં સ્વસહાય જૂથની મહિલાઓ હાથસાળ, ઘરેણાં, આયુર્વેદિક વસ્તુનું વેચાણ કરશે.
સુરેન્દ્રનગરનાં પ્રભારી મંત્રી દર્શના વાઘેલા અને નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણાએ મેળાને ખુલ્લો મૂક્યો. પ્રભારી મંત્રીએ મહિલા કારીગરો સાથે સંવાદ કરી તેમણે બનાવેલી ચીજવસ્તુઓની માહિતી મેળવી.
ભરૂચમાં રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ શરૂ કરાવેલા મેળામાં સ્વસહાયજૂથો, મહિલા સ્ટાર્ટઅપ, સહકારી સંસ્થાઓ અને મહિલા ખેડૂતોના ઉત્પાદનો અને નવીનતાઓ રજૂ કરવામાં આવી છે.
મહેસાણાના પ્રભારીમંત્રી પ્રવીણ માળીએ સશક્ત નારી મેળો ખુલ્લો મૂકાવ્યો. દરમિયાન 38 સ્વસહાય જૂથોને 1 કરોડ 14 લાખ રૂપિયાની બેન્ક ધિરાણ અને 7 બેંકિંગ કરસપોન્ડન્ટ સખીને નિમણૂકપત્ર અપાયા.
નર્મદામાં પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે એકતાનગર ખાતે મેળાનો પ્રારંભ કરાવ્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.