ડિસેમ્બર 24, 2025 9:19 એ એમ (AM)

printer

રાજ્યમાં આજથી ઠંડીનો ચમકારો વધે તેવી આગાહી

રાજ્યમાં આજથી ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ દરમિયાન તાપમાનનો પારો બેથી ત્રણ ડીગ્રી ગગડશે તેવી આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માએ કરી છે.