ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 17, 2025 7:05 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી 7 દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. છે.
આવતીકાલથી 22 મે સુધી સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ