માર્ચ 6, 2025 7:17 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી 5 દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં આગામી 5 દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ફરી એક વખત આંશિક ગરમીમાંથી રાહત મળ્યા બાદ લોકોને કાળજાળ ગરમીનો અનુભવ કરવો પડશે.
આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે.
આકાશવાણીને વધુ માહિતી આપતાં હવામાન વિભાગના નિયામક એ.કે. દાસે જણાવ્યું છે કે, આગામી 9 અને 10 માર્ચ દરમિયાન રાજ્યના સંપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તારમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.