ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 23, 2025 7:29 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી 5 દિવસમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ આગાહી

આગામી 5 દિવસમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ આગાહી છે. આગામી 2 દિવસ અલગ અલગ વિસ્તારોમાં હળવો વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ તેમજ તેના પછીના 2 દિવસમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું વોલમાર્ક લો પ્રેશર આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, એમ હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે. દાસે જણાવ્યું હતું.
રાજ્યમાં આજે ચાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સત્તાવાર યાદી મુજબ, આજે સવારે છથી સાંજે છ વાગ્યા સુધીમાં અમરેલીના લાઠી અને અમરેલી તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો. જ્યારે અમરેલીના અને બગસરા અને ડાંગના ડાંગ-આહવા તાલુકામાં અડધા ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
કમોસમી વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્રે ખેડૂતો, અનાજના ગોડાઉન અને APMCના વેપારીઓને સાવચેત રહેવા સૂચના આપી છે.