રાજ્યમાં આગામી 48 કલાકમાં ઠંડીમાં ઘટાડો થવાની આગાહી છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીંવત્ છે. હવામાન વિભાગે જણાવ્યું, રાજ્યના કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો આંકડો 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછો નોંધાયો છે. છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે અમરેલી સૌથી ઠંડું શહેર રહ્યું છે.
જ્યારે કેશોદમાં સાત, કંડલા વિમાનમથક અને રાજકોટમાં આઠ-આઠ, ડીસા, મહુવા અને પોરબંદરમાં નવ-નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયાના અહેવાલ છે.
Site Admin | જાન્યુઆરી 15, 2026 7:06 પી એમ(PM)
રાજ્યમાં આગામી 48 કલાકમાં ઠંડી ઘટવાની આગાહી.