રાજ્યમાં હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યમા વરસાદની કોઈ સંભાવના નથી.આવતીકાલથી સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવનાને લઇને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ અંગે હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ.કે.દાસે વધુ માહિતી આપી હતી.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 10:17 એ એમ (AM)
રાજ્યમાં આગામી 24 કલાક બાદ વરસાદનું જોર વધવાની આગાહી
