જાન્યુઆરી 16, 2026 7:07 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડી ઘટવાની આગાહી.

રાજ્યમાં આગામી 24 કલાકમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના નિદેશક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, આ સમયગાળામાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા છે.
દરમિયાન ગત 24 કલાકમાં રાજ્યમાં આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે જુનાગઢનું કેશોદ સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે કચ્છના નલિયા, કંડલા વિમાનમથક અને અમરેલીમાં નવ-નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ સિવાયના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.