જાન્યુઆરી 12, 2026 3:08 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડીમાં થઈ શકે છે ઘટાડો…

રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું, આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. દરમિયાન કચ્છનું નલિયા છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે.
આ સિવાય કંડલા વિમાનમથકમાં આઠ અને ભુજમાં નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે અમરેલી અને રાજકોટમાં 10 ડિગ્રી તેમજ અન્ય શહેર અને જિલ્લામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયાના અહેવાલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.