જૂન 10, 2025 3:07 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના ઉમેદવારીપત્રોની આજે ચકાસણી

રાજ્યમાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થઇ રહી છે.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી ગ્રામ પંચાયત સમરસ થઈ છે. અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે સભ્યો અને સરપંચ ઉમેદવાર સામે હરીફ ઉમેદવારોએ ઉમેદવારી ન નોંધાવતા આ ગ્રામ પંચાયત સમરસ બની છે. બીજી તરફ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ફતેપુરા, રૂપનગર, માનપુર, છાપરિયા સહિતની ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની 14, જ્યારે વિજાપુર તાલુકાની 15 ગ્રામ પંચાયતો સમરસ બની છે. જેમાં વિસનગરમાં બાસના ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા શાસિત બની છે. મહેસાણા જિલ્લામાં 406 ગ્રામ પંચાયતોમાં 347 સામાન્ય અને 59 પેટાચૂંટણીમાં કુલ 4 હજાર 818 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેમાં સરપંચ માટે એક હજાર 293 અને સભ્ય માટે 3 હજાર 525 ઉમેદવારી પત્રો રજૂ કરાયા હતા.
અરવલ્લી જિલ્લાની કુલ 151 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે કુલ 683, જ્યારે સભ્ય માટે કુલ બે હજાર 25 ઉમેદવારી પત્રો ભરાયા છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં સરપંચ માટે 171 અને વોર્ડ સભ્યના 618, કાલોલ તાલુકામાં સરપંચ માટે 101 અને વોર્ડ સભ્યના 458, ઘોઘંબા તાલુકામાં સરપંચના 138 અને વોર્ડ સભ્ય 626, જાંબુઘોડા તાલુકામાં સરપંચના 18 અને વોર્ડ સભ્ય 38 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં કુલ 614 ગ્રામ પંચાયત પૈકી 385 ગ્રામ પંચાયતમાં સામાન્ય/વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓ તથા 229 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે આવતી કાલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.