હવામાન ખાતાએ આગામી 21 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે 19 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત નવરાત્રિમાં પણ મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
દરમિયાન રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટતાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં માત્ર 10 તાલુકામાં વરસાદના અહેવાલ છે. તેમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ ડાંગના સુબિર તાલુકામાં નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ થયો છે. વરસાદની આગાહીને લઈ માછીમારોને 18 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધી 110 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે હાલ 144 બંધ હાઈ અલર્ટ અને 13 બંધ અલર્ટ પર છે.