જાન્યુઆરી 29, 2025 3:13 પી એમ(PM) | ભારતીય જનતા પાર્ટી

printer

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આજે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની સંસદીય બૉર્ડની બેઠક યોજાશે

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આજે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની સંસદીય બૉર્ડની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મળેલા નામની ચર્ચા સંસદીય બૉર્ડની બેઠકમાં કરાશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ બેઠક ગાંધીનગરમાં યોજાશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ 66 નગરપાલિકા, એક મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, પેટાચૂંટણી યોજાશે. આ માટેના ઉમેદવારો અંગે આ બેઠકનું આયોજન કરાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.