ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 20, 2025 7:45 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે.
દરમિયાન રાજ્યમાં આજે ફરી વરસાદી મોજું ફરી વળતાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં થયાના અહેવાલ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 110 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
બીજી તરફ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 96 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે અત્યાર સુધી 118 બંધ સંપૂર્ણ ભરાઈ ગયા છે. હાલ 145 બંધ હાઈ-અલર્ટ અન 15 બંધ અલર્ટ પર હોવાના પણ અહેવાલ છે.