ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 28, 2025 9:27 એ એમ (AM)

printer

રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના

રાજ્યમાં 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહીંવત્ છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. સત્તાવાર યાદી મુજબ, 24 કલાક બાદ મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જ્યારે આગામી સાત દિવસ રાજ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે.ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું. જ્યારે અમરેલી, કંડલા હવાઈમથક અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તો, ભુજમાં 42 અને અમદાવાદ, બનાસકાંઠાના ડીસા તેમજ ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ સિવાયના જિલ્લાઓ અને શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ