હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાનીની શકયતા દર્શાવી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. અને રાજ્યના સમગ્ર દરિયાકાંઠે LCS-3 લગાવવામાં આવ્યું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2025 10:15 એ એમ (AM)
રાજ્યમાં આગામી સાત દિવસ દરમ્યાન વરસાદની આગાહી