ડિસેમ્બર 21, 2025 7:15 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધવાની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર ફરી વધવાની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું, પૂર્વ દિશાના ઠંડા પવનના કારણે ઠંડીનો ચમકારો અનુભવાશે. જોકે, ઠંડી વધશે, પણ રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપના કારણે એકસાથે બે ઋતુની અસર પણ જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગત 24 કલાકમાં સૌથી ઓછું 13.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. જ્યારે વડોદરામાં 14.4, દીવમાં 14.8, ભાવનગરમાં 15.4, ગાંધીનગરમાં 16, અમદાવાદમાં 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.