ઓક્ટોબર 22, 2024 7:21 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર રાજ્યમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ ,આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે છુટા છવાયા હળવા વરસાદની શક્યતા છે અમદાવાદ સહિત ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હાલ બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન સર્જાયેલું છે, જે 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે જેને વાવાઝોડું દાના નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ 25 ઓક્ટોબરે ઓરિસ્સાના દરિયાકાંઠેથી જમીન ઉપર પ્રવેશ કરશે. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.