રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાત જાન્યુઆરી સુધી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.જ્યારે પવનની દિશા પૂર્વથી ઉતર પૂર્વ રહેશે, તેમ હવામાન વિભાગના નિયામક ડો. એ કે દાસે જણાવ્યું.રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં 12.2 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 16.10 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું.
Site Admin | જાન્યુઆરી 2, 2026 8:54 એ એમ (AM)
રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા