રાજ્યમાં અત્યારે સરેરાશ મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. જોકે, ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.
ઉપરાંત આજથી આવતીકાલ સુધી અને 27થી 29 ઍપ્રિલ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત 24 કલાકમાં અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મહતમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે કચ્છના ભુજ, કંડલા હવાઈમથક, જુનાગઢના કેશોદ, અમદાવાદ, બનાસકાંઠાના ડીસા અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
Site Admin | એપ્રિલ 23, 2025 7:37 પી એમ(PM)
રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવાની આગાહી નહીંવત્
