ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 18, 2025 8:16 એ એમ (AM)

printer

રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની હવામાન ખાતાની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. તેમ છતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનના કારણે બફારાનો અનુભવ થઈ શકે છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની પણ શક્યતા હોવાનું હવામાન ખાતાના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું છે. તેમણે કહ્યું, રાજ્યમાં ગત બે દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ગરમીથી આંશિક રાહત મળી છે.
શ્રી દાસે ઉમેર્યું, રાજ્ય પર હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. તાજેતરમાં જ ઉત્તર ભારતના વિસ્તારોનું વાતાવરણ બદલાતા ત્યાં ઠંડક પ્રસરી છે અને તે દિશા તરફથી ગુજરાતમાં પવન આવી રહ્યા છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.