રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે. આ સમયગાળા દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અત્યંત ગરમીની શક્યતાના કારણે હિટવૅવ પણ જાહેર કરાયું છે. હાલમાં ઉત્તર દિશા તરફથી રાજ્યમાં પવન આવી રહ્યા હોવાથી રાજ્યનું તાપમાન વધ્યું હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 39 ડિગ્રી મહત્તમ તાપમાન અમરેલી, રાજકોટ અને કચ્છના ભુજમાં નોંધાયું હતું. જ્યારે આ સિવાયના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસથી વધુનું રહ્યું હતું.
Site Admin | માર્ચ 9, 2025 10:20 એ એમ (AM)
રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી.
