માર્ચ 6, 2025 10:10 એ એમ (AM)

printer

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે.

રાજ્યમાં આગામી સાત દિવસ તાપમાન શુષ્ક રહેશે, પરંતુ 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે. દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના નિદેશક જણાવ્યું હતું.