રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ, આ સમયગાળામાં રાજ્યમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. ત્યારબાદ કોઈ મોટા ફેરફારની શક્યતા નહીંવત્ છે.
રાજ્યમાં હાલ શિયાળાનો પ્રારંભ થતાં 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે અમરેલી, રાજકોટ, કેશોદ, ડીસા અને ગાંધીનગરમાં 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ સિવાય અમદાવાદ સહિતના શહેરમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું છે.
Site Admin | નવેમ્બર 20, 2025 7:05 પી એમ(PM)
રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડી વધવાની હવામાન ખાતાની આગાહી.