હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર—કચ્છમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 17 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
બીજી તરફ, રાજ્યમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સાથે સાંજે છ વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદના અહેવાલ છે. દરમિયાન સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ અમરેલીના જાફરાબાદ તાલુકામાં નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 109 ટકા જેટલો થયો છે. અત્યાર સુધી વરસાદને લઈ 108 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે હાલ રાજ્યના 144 બંધ હાઈ અલર્ટ અને 13 બંધ અલર્ટ પર છે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2025 7:20 પી એમ(PM)
રાજ્યમાં આગામી ત્રણ દિવસ છૂટાછવાયા સ્થળ પર મધ્યમ વરસાદની આગાહી
 
		 
									