રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. દરમિયાન આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી છે. જ્યારે 12 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો તબક્કો શરૂ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન આગામી 14 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
Site Admin | જુલાઇ 10, 2025 7:32 પી એમ(PM)
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટે તેવી આગાહી.