જાન્યુઆરી 14, 2026 7:17 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ ઠંડી ઘટવાની આગાહી.

રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ છે. ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો છે. હાલ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે કંડલા વિમાનમથક અને રાજકોટમાં નવ-નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ સિવાયના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રી અને તેનાથી વધુ નોંધાયાના અહેવાલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.